સુરસાગર તળાવ
દિશાસુરસાગર તળાવ: આ તળાવ વડોદરા શહેરની મધ્યમાં આવેલું છે. અસલમાં તે ‘ચંદન તલાવ’ નામનું નાનુ તળાવ હતું, જેનું પુર્નરચના શ્રી સુરેશ્વર દેસાઇએ કરી હતી. વખતો વખત વડોદરાના વિવિધ શાસકો દ્વારા તળાવ નુ પુનર્નિર્માણ અને સુશોભન કરવામાં આવ્યું હતું. આ તળાવ કાયમ પાણીથી ભરેલું હોય છે. જો આ તળાવ ભરાઇ જાય તો પાણી નુ વ્યવસ્થાપન માટે તળાવ ની અંદર ઘણા દરવાજા છે.
જ્યારે તે બાંધવામાં આવ્યું હતું ત્યારે તે વડોદરા શહેરની બહાર હતું, પરંતુ હવે તે શહેરના મધ્ય ભાગમાં છે, ગીચ વિસ્તારમા છે. તળાવ ના કાંઠે ઘણાં મંદિરો છે, જેમાંથી સૌથી પ્રસિદ્ધ અને મુલાકાત લેવાય છે તે અક્કલકોટ સ્વામી મહારાજ મંદિર અને તેની સાથે નુ હનુમાન મંદિર. વડોદરાના સયાજીરાવ મહારાજા દ્વારા સ્થાપિત ‘મ્યુઝિક કોલેજ’ તરીકે જાણીતુ , પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી, એમ.એસ. યુનિવર્સિટી સુરસાગરની સામે આવેલું છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન વડોદરાએ તળાવની મધ્યમાં ભગવાન શિવની ખૂબ સુંદર અને ઊંચી પ્રતિમા સ્થાપિત કરી છે. આ તળાવ મુલાકાત લેવા અને હેંગ આઉટ કરવાની સારી જગ્યા છે.
ફોટો ગેલેરી
કેવી રીતે પોહોચવુ:
વિમાન માર્ગે
વડોદરા અમદાવાદ, દિલ્હી, મુંબઈ, દમણ અને પૂણેમાં વિવિધ સ્થાનિક એરલાઇન્સ દ્વારા જોડાયેલ છે.
લોહ માર્ગે
વડોદરા પશ્ચિમ રેલવે પર સ્થિત એક મુખ્ય રેલવે જંક્શન છે, જે મુંબઇ, દિલ્હી અને અમદાવાદને જોડે છે.
માર્ગ દ્વારા
વડોદરા, અમદાવાદથી ૧૧૨ કિ.મી. અને મુંબઇથી ૪૨૦ કિ.મી., રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8 પર સ્થિત છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, દિલ્હી અને રાજસ્થાનમાં વિવિધ રાજ્ય પરિવહન (એસટી) બસો અને ખાનગી લક્ઝરી કોચ છે. અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી બસો ૨ કલાક લે છે અને દર ૧૫ મિનિટે દોડે છે. સ્ટેશન રોડ પર અથવા તેની પાસે ઘણી ખાનગી બસ કંપનીઓ પણ છે. બસના પ્રકાર અનુસાર ટિકિટ અલગ અલગ હોય છે, પરંતુ સરેરાશ દર રૂ. ૧૦૦ / - અમદાવાદ અને રૂ. ૨૦૦ / - મુંબઈને છે. તમે શહેર અને તેની આસપાસના સ્થળોને શોધવા માટે ડ્રાઈવર સાથે કાર ભાડે પણ કરી શકો છો.