Close

જીલ્લા ચુંટણી કચેરી

ચુંટણી કચેરી એ નાગરીકો અને ચુંટણી વહીવટી તંત્ર વચ્ચે મહત્વની કડી છે. મુકત અને ન્યાયી ચુંટણી યોજવી અને ક્ષતિ રહિત મતદારયાદી એ ચુંટણી શાખાના .પ્રાથમિક અને મહત્વના કાર્યક્ષેત્રો છે. જેના માટે ચુંટણી શાખા મતદારયાદી તૈયાર કરવી, મતદાર ઓળખપત્ર તૈયાર કરવા અને મતદાન મથકો નકકી કરવા તથા તેનું પુન: ગઠન કરવું વિગેરે જેવી કામગીરી કરે છે.

કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી જિલ્લાની તમામ ચૂંટણીઓંના નિયંત્રણ અધિકારી છે. તેઓ સંસદિય મતક્ષેત્રના ચૂંટણી અધિકારી છે. અને નાયબ કલેક્ટરથી નીચેની કક્ષાના ન હોય તેવા અઘિકારીઓ વિઘાનસભા મતક્ષેત્રો માટે ચૂંટણી અધિકારી નિયત થયેલ છે. સામન્ય રીતે વિધાનસભા મતક્ષેત્રો માટે ચૂંટણી અધિકારી નિયત થયેલ અઘિકારીઓ લોકસભાની ચૂંટણી માટે મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવે છે.

સામાન્ય રીતે લોકસભા ચૂંટણી માટે કલેકટરની ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવે છે, અને કલેકટરની મદદ માટે નાયબ કલેકટરની મદદનીશ તરીકે નિમણૂંક કરવામાં આવે છે.

વિધાનસભાના ચૂંટણી યોજવા માટે કલેકટર એ જીલ્લા ચૂંટણી અધિકારી તરીકે નિયંત્રણ અઘિકારી છે. અને નાયબ કલેકટર અને પેટા વિભાગીય અધિકારીઓની દરેક વિધાનસભા બેઠકો માટે ચૂંટણી અઘિકારી તરીકે નિમણૂંક કરવામાં આવે છેં.