Close

જિલ્લા વિશે

વડોદરા (બરોડા) વિશ્વમાં જાણીતુ શહેર છે. તે વિશ્વમિત્રી નદીના કિનારે, અમદાવાદના દક્ષિણપૂર્વમાં, રાજ્યની રાજધાની ગાંધીનગરથી 139 કિમી દૂર સ્થિત છે. દિલ્હી અને મુંબઇને જોડતી રેલવે લાઇન અને રાષ્ટ્રીય ધોરી માર્ગ બંને વડોદરામાંથી પસાર થાય છે.

તે એક સુંદર શહેર છે, કારણ કે તે 1947 સુધી ગાયકવાડ રાજ્યની રાજધાની હતી. શહેરમાં અનેક ઐતિહાસિક ઇમારતો અને સ્મારકો છે.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા અને બેન્ક ઓફ બરોડાનું જન્મસ્થાન વડોદરા છે. મુખ્ય ઉદ્યોગોમાં પેટ્રોકેમિકલ્સ, એન્જિનિયરિંગ, કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, પ્લાસ્ટિકનો સમાવેશ થાય છે.