કેવી રીતે પહોચવું
માર્ગ દ્વારા:
વડોદરા, અમદાવાદથી ૧૧૨ કિ.મી. અને મુંબઇથી ૪૨૦ કિ.મી., રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૮ પર સ્થિત છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, દિલ્હી અને રાજસ્થાનમાં વિવિધ રાજ્ય પરિવહન (એસટી) બસો અને ખાનગી લક્ઝરી બસો છે. અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી બસો ૨ કલાક લે છે અને દર ૧૫ મિનિટે દોડે છે. સ્ટેશન રોડ પર અથવા તેની પાસે ઘણી ખાનગી બસ કંપનીઓ પણ છે. બસના પ્રકાર અનુસાર ટિકિટ અલગ અલગ હોય છે, પરંતુ સરેરાશ દર રૂ. ૧૦૦ / – અમદાવાદ અને રૂ. ૨૦૦ / – મુંબઈ માટે છે. શહેર અને તેના આસપાસના વિસ્તારમાં જવા માટે માટે તમે ડ્રાઈવર સાથે કાર ભાડે પણ કરી શકો છો.
રેલ્વે દ્વારા:
વડોદરા, પશ્ચિમ રેલ્વે પર નું એક મુખ્ય રેલવે જંક્શન છે, જે મુંબઈ, દિલ્હી અને અમદાવાદને જોડે છે.
વિમાન દ્વારા:
વડોદરા અમદાવાદ, દિલ્હી, મુંબઇ તથા અન્ય શહરો જોડે વિવિધ સ્થાનિક એરલાઇન્સ દ્વારા જોડાયેલ છે.